મોરબી : મોરબીની જ્ઞાનપથ સ્કૂલમાં અભ્યાસ કરતાં અને મોચી સમાજના વિદ્યાર્થી વ્રજ સાગરભાઈ વાઘેલાએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 97.15 PR મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું છે. મોરબી મોચી સમાજના સાગરભાઈ વાઘેલા અને જયશ્રીબેન વાઘેલાના તેજસ્વી પુત્ર વ્રજ વાઘેલાને ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. વ્રજ વાઘેલાએ જ્ઞાનપથ સ્કૂલમાં શિક્ષકોના સાથ સહકાર અને માર્ગદર્શનથી ખૂબ જ મહેનત કરીને આ પરિણામ હાંસલ કર્યું છે.