હળવદ : હળવદના મયુરનગરમાં એસ.એચ.ગાર્ડી હાઇસ્કુલમાં અભ્યાસ કરતી કવાડિયા કેલ્વિશા જીતેન્દ્રભાઈએ SSCમાં 99.59 PR મેળવી શાળા તથા આહીર પરિવારનું ગૌરવ વધાર્યું છે. સવારે 6:30 થી રાત્રે 11 સુધી સતત અભ્યાસમાં વ્યસ્ત રહેતી કેલ્વિશા તેની આ સફળતાનો શ્રેય પોતાના શિક્ષકો અને માતા પિતાને આપે છે. ઉલ્લેખનીય છે કે કેલ્વિશાના પિતા જીતેન્દ્રભાઈ ખેડૂત છે.