મોરબી: તારીખ 14 મે ને મંગળવારે રાત્રે 9-30 કલાકે ભડીયાદ ગામે આવેલા મેલડી માતાજીના મંદિરે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જય ખીજડી ખેતરવારી મા મેલડી મંડળના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે ભડીયાદ ગામે મેલડી માતાજીના મંદિરે જય ખીજડી ખેતરવારી મા મેલડી મંડળનું આયોજન કરાયું છે. તો દરેક ભાવિક ભક્તોને આ મેલડી મંડળ નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પ્રમુખ રૂતિકભાઈ અને ભરતભાઈ દ્વારા પાઠવાયું છે.