https://youtu.be/KKJ5k9FjYBU?si=iInt3d-OpyNHwfJTમોરબી અને માળિયાના નદીકાંઠાના 34 ગામોને એલર્ટ કરાયામોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના પાંચ દરવાજા બદલવાની કામગીરીને કારણે રવિવારે સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-2 ડેમ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ 2 દરવાજા 2 ફૂટ ખોલી 1400 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે, મોરબીની પાણી પૂરું પાડતા મચ્છુ - 2 ડેમ ખાલી કર્યા બાદ પણ મોરબીને પીવાના પાણીની સમસ્યા ન સર્જાઈ તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.મોરબીના મહાકાય મચ્છુ-2 ડેમના 38 પૈકી 5 દરવાજા બદલાવા પડે તેમ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી મચ્છુ-2 ડેમને ખાલી કરવા માટે બે દરવાજા ખોલી અંદાજે 1400 ક્યુસેક જેટલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું અને બપોર સુધીમાં સૂકી ભઠ્ઠ મચ્છુ નદીમાં ભર ઉનાળે પાણી વહેવા શરૂ થયા હતા.ઉલ્લેખનીય છે કે, મચ્છુ -2 ડેમ ખાલી કરવાનો હોવાથી ગત ગુરુવારે મચ્છુ નદીના પટ્ટમાં વસવાટ કરતા લોકોને સલામત જગ્યાએ ખસેડવામા આવ્યા હતા અને મચ્છુ -2 ડેમના હેઠવાસમાં આવતા મોરબી અને માળીયાના 34 ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા એલર્ટ કરવામાં આવ્યા હતા.મોરબી મચ્છુ-2 ડેમ યોજનાના અધિકારી વિશાલ પટેલે જણાવ્યું હતું કે, મોરબીના મચ્છુ-2 ડેમના પાટિયા બદલવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે ડેમ ખાલી થવા છતાં પણ ડેમમાં મોરબી અને ગામડાઓને પાણી આપવામાં માટે 10 દિવસ સુધીનો સ્ટોક અનામત રાખવામાં આવશેસાથે જ મચ્છુ-2 ડેમમાંથી મોરબી તેમજ આજુ બાજુના ગામોને દૈનિક 100 એમએલડી પાણી પૂરું પાડવા આવતું હોય ડેમ ખાલી થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ન ખોરવાય તે માટે નર્મદા કેનાલ મારફતે દૈનિક 100 એમેલડીની જરૂરત પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું સિંચાઈ અધિકારીએ જણાવ્યું હતું.વધુમાં મચ્છુ -2 ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા મચ્છુ નદી મારફતે પાણી છેક માળીયા મિયાણા સુધી પહોંચનાર હોય મોરબીના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખજડીયા સહિતના 23 ગામ તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર અને ફાટસર સહિતના 11 ગામ સહિત 34 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.