મોરબી: માવનવા હજુ મરી નથી પરવારી તેના રોજબરોજ આપણને અનુભવ થયા કરે છે. મોરબી શહેરમાં આનંદ શોપિંગ સેન્ટર વોરા બાગ પાસે આવેલા SBIના ATMમાં હિતેષભાઇ ડાયાભાઈ સાગઠીયાએ 10,000 રૂપિયાનું ટ્રાન્સએક્સન કર્યુ હતુ પણ ટેક્નિકલ ખામીના કારણે રૂપિયા નીકળ્યા ન હતા. એમના પછી એ જ ATMમાં ખોડાભાઈ દેવશીભાઇ બડઘાએ પોતાનું ટ્રાન્સએક્સન કરતા તેમાં 10,000 વધુ નીકળ્યા હતા. ખોડાભાઇને ખ્યાલ આવી ગયો કે, આ પૈસા હિતેષભાઇના છે એટલે તેમણે એ પૈસા પોતાની પાસે રાખવાને બદલે પ્રામાણિક્તા દાખવી અને એ પૈસા હિતેષભાઇનાં છે તેમ જાણતા એ પૈસા તેમને પરત કર્યા હતા.મોરબી શહેરમાં ખોડાભાઇ જેવા માણસોને કારણે માનવતા મહેકતી રહે છે અને જીવન જીવવા જેવુ છે તેમ લાગ્યા કરે છે.