મોરબી ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીમોરબી : મોરબી તાલુકાના ફડસર ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 1.45 લાખની કિંમતનો વિદેશી દારૂ બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી પિતા પુત્ર હાજર નહિ મળી આવતા બન્નેને ફરાર દર્શાવી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોરબી તાલુકાના ફડસર ગામે આરોપી ભરત બચુભાઇ કુંભારવાડિયા અને કરણ ભરત કુંભારવાડિયાએ રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળતા દરોડો પાડતા પોલીસને રહેણાંકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી 885 બોટલ કિંમત રૂપિયા 1,35, 355 તેમજ ગોડફાધર બ્રાન્ડ બિયરના 96 દબલા કિંમત રૂપિયા 9600 મળી આવતા પોલીસે કુલ રૂપિયા 1,44,955નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં દરોડા સમયે હાજર નહિ મળી આવેલા આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવી બન્નેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.