મોરબી : મોરબી તાલુકાના જેતપર - પીપળી રોડ ઉપર શોભેશ્વર કાંટા નજીક સાયકલ લઈને જઈ રહેલા જૂની પીપળી ગામના રહેવાસી ઘોઘુભા ઝાલાને આરજે - 51 - જીએ - 0916 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતા આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ઘોઘુભાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા મૃતકના પુત્ર શિવરાજસિંહ ઝાલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી છે.