ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા માધવજીભાઈ અઘારા પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે લજાઈ ચોકડી નજીક GJ -03 -DG- 5031 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા માધવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર ભગીરથભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.