મોરબી : મોરબીના જેતપર (મચ્છુ)ની સી.એમ. જાકાસણીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ભૂમિ મહિપતભાઈ અઘારાએ ધોરણ 10માં 99.41 PR મેળવ્યા છે. ભૂમિ અઘારાએ ધોરણ 10માં 570 માર્ક્સ સાથે A1 ગ્રેડ સાથે 95 ટકા મેળવ્યા છે અને જેતપર કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે આ સિદ્ધિ મેળવીને શાળા, ગામ અને અઘારા પરિવારનું નામ રોશન કર્યું છે. આ તકે શાળાના આચાર્યએ પણ અભિનંદન પાઠવ્યા છે.