હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર કોયબા ગામના પાટિયા નજીક ધ્રાંગધ્રાના રહેવાસી દામીનકુમાર કમલેશભાઇ નામનો યુવાન પગપાળા રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે જીજે-39-ટી-2150 નંબરના ટ્રક ચાલક ઉમેદરામ લીલારામ મેઘવાલે બેફિકરાઈથી પોતાનો ટ્રક ચલાવી દામીનકુમારને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના બહેન પ્રિયંકાબેન લાલજીભાઇ ભદ્રાડીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.