વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જિનપરા જકાત નાકા નજીક ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પસાર થતા સુરેશભાઈ ધરોડીયા નામના આધેડને જીજે - 36 - એક્સ - 5551 નંબરના કાળમુખા ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલભાઈએ વાકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.