ટંકારા : હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે આગામી તારીખ 13 મે ને સોમવારના રોજ નિ:શુલ્ક ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.13 મેના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલા કૃષ્ણમ આયુર્વેદ ક્લિનિક ખાતે આ ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે. જેમાં ડો. ચિરાગ વિડજા, ડો. ઉમેશ દેત્રોજા અને ડો. રુત્વી ભાલોડીયા સેવા આપશે.આ સેમિનારનો લાભ લેવા સાગર જેસ્વાણી અને ડો. હાર્દિક જેસ્વાણી દ્વારા ગર્ભવતી મહિલાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લાભ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે ડો. હાર્દિક જેસ્વાણીને મો. નં 92288 00108 પર વોટ્સએપ મેસેજ કરવા જણાવવામાં આવ્યું છે.