સવારથી બે દરવાજા બે ફૂટ ખુલ્લા : આઉટફલો વધારવા રાત્રે કુલ પાંચ દરવાજા ખુલ્લા રખાશેમોરબી : મોરબીનો મચ્છુ-૨ ડેમ રીપેરીંગ માટે ખાલી કરવાનો હોવાથી આજે સવારથી ૨ દરવાજા ખોલવામાં આવ્યા છે. પણ રાત્રે ૧૦ વાગ્યાથી વધુ ત્રણ દરવાજા ખોલવામાં આવશે.જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-ર ડેમના સેક્શન ઓફિસર બી.સી.પનારાએ જણાવ્યું છે કે રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે આજે તા.૧૨ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ૨ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવેલ હતા. જેમાં રાત્રે ૧૦ વાગ્યે વધારો કરી ૫ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવશે. હાલમાં આઉટફલો ૧૩૦૮ ક્યુસેક છે, જેને વધારીને ૩૨૪૫ ક્યુસેક કરવામાં આવશે.આથી ડેમના નીચવાસના ગામો જેવા કે મોરબી તાલુકાના (૧)જોધપર (૨) લીલાપર (3)ભડીયાદ (૪) ટીંબડી (૫)ધરમપુર (૬)રવાપર (૭)અમરેલી (૮)વનાળિયા (૯)ગોર ખીજડીયા (૧૦)માનસર (૧૧)નવા સાદુળકા (૧ર)જુના સાદુળકા (૧૩) સ્વાપર (૧૪)ગુંગણ (૧૫)નારણકા (૧૬) બહાદુરગઢ (૧૭)નવા નાગડાવાસ (૧૮)જુના નાગડાવાસ (૧૯) સોખડા (૨૦)અમરનગર (૨૧) મોરબી (૨૨) રવાપર નદિ (૨૩) વજેપર, માળીયા તાલુકાના (૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેઘપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯) માળિયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલક્ત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સૂચના આપવામાં આવે છે.