મોરબી: શ્રી વ્યાસ પ્રગતિ મંડળ- મોરબી દ્વારા ફૂલસ્કેપ ચોપડા(નોટબૂક)નું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ ભુવનમાં ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ વિતરણ હજુ પણ ચાલુ રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વ્યાસ પ્રગતિ મંડળની યુવા ટીમના શૈલેષ વ્યાસ, રાજેશ વ્યાસ, કિશન વ્યાસ, વાસુદેવ વ્યાસ, પ્રયાગ વ્યાસ, પાર્થ વ્યાસ, કમલેશ વ્યાસ, કમલેશ પૈજા, દિવ્યેશ વ્યાસ, ડૉ.હાર્દિક બોરસાણીયા, શિવસાગર વ્યાસ, ડૉ.હિમાંશુ વ્યાસ, બ્રિજેશ વ્યાસ, રાજ વ્યાસ, ચિરાગ વ્યાસ, જ્ઞાતિના ભુવનના ગ્રુહપતિ રજનીભાઇ ટીટીયાએ ખુબ જહેમત ઉઠાવી હતી તેમજ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ- મોરબીના ટ્રસ્ટીઓની ટીમે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.બાકી રહેલા વિદ્યાર્થીઓ વસંત વ્યાસ, રાજ વ્યાસ- મો.નં. 9687612866, પ્રયાગ વ્યાસ- મો.નં. 9825216516 તેમજ ચંદ્રેશ ભોરણીયા- મો.નં. 9879879993 પર સવારે 10 થી 12, સાંજે 4:30 થી 6 સુધી સંપર્ક કરી શકશે. જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી વિતરણ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.