મોરબી : મચ્છુ-2 ડેમના ગેઈટ રિપેરિંગની કામગીરીના કારણે ડેમમાંથી પાણી ખાલી કરવાનું હોય તારીખ 12 મે થી 15 મે સુધી મોરબી શહેરના પાડાપુલ નીચે આવેલા બેઠો પુલ કોઝવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી 12 થી 15 મે સુધી બેઠો પુલ કોઝવે પરથી વાહનની અવર-જવર બંધ રહેશે.નટરાજ ફાટક/કેસરબાગથી બેઠા પુલ કોઝવે તરફ અને શક્તિચોક થી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ રહેશે. આ રોડ પરના હવાનોના પ્રતિબંધના કારણે આવન-જાવન માટે વૈકલ્પિક રસ્તા તરીકે પાડાપુલ (મયુરપુલ)નો ઉપયોગ કરવાનો રહેશે.