મોરબી: નિયામક વિકસતી જાતિ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા, રફાળેશ્વર, મોરબી ધોરણ 10માં 100% પરિણામ મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયાએ શાળા અને સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા છે.આદર્શ નિવાસી શાળામાં ધોરણ 10માં કુલ 46 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠાં હતા. જેમાં 35 વિદ્યાર્થીઓ ડિસ્ટિન્ક્શન સાથે પાસ થયાં છે અને 10 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે. એક વિદ્યાર્થીને સેકન્ડ ક્લાસ પ્રાપ્ત થયો છે.શાળામાં કોલી નિતેશે 88.67% સાથે પ્રથમ નંબર મેળવ્યો છે. મલકિયા રવી 86.33% દ્વિતીય નંબર આવ્યો છે. તૃતિય નંબર પર ધોરાજીયા અશ્વિન 85.50% રહ્યો છે.