મોરબી :જૈન ધર્મના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્વરજી મહારાજ ગત તારીખ 1 મે થી 13 મે સુધી મોરબીના આંગણે પધાર્યા છે. ત્યારે 12 મેના રોજ તેઓના મુખેથી સિદ્ધિની સીડીઃ સેવા વિષય પર પ્રવચન યોજાશે.આવતીકાલે તારીખ 12 મે ને રવિવારના રોજ મોરબીના દરબારગઢ સ્થિત જૈન ઉપાશ્રય ખાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્વરજી મહારાજ બપોરે 4 થી 5-15 વાગ્યા સુધી સિદ્ધિની સીડીઃ સેવા વિષય પર જાહેર પ્રવચન આપશે.