સોનાના દાગીનાની સાથે લગડી, સિક્કા ખરીદી લોકોએ શુકન સાચવ્યામોરબી : શુભ પ્રસંગો અને સોનાની ખરીદી માટે વણજોયું મુહૂર્ત ગણાતા અખાત્રીજના શુભ અવસરે મોરબીની સોનીબજારમાં થોડી તેજીનો સંચાર થયો હતો. લોકસભા ચૂંટણી આચારસંહિતાને કારણે સુમસામ બનેલ સોનીબજારમાં શુક્રવારે સોનાના ભાવમાં ઉછાળો હોવા છતાં લોકોએ શુકન સાચવવા માટે તેમજ શુભપ્રસંગો માટે ખરીદી કરતા એક જ દિવસમાં અંદાજે 5 કરોડના સોનાના દાગીના, લગડી અને સોનાના સિક્કાનો વ્યાપાર થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.સોનાના દાગીનાની સાથે લગડી, સિક્કા ખરીદી લોકોએ શુકન સાચવ્યામોરબી : શુભ પ્રસંગો અને સોનાની ખરીદી માટે વણજોયું મુહૂર્ત ગણાતા અખાત્રીજના શુભ અવસરે મોરબીની સોનીબજારમાં થોડી તેજીનો સંચાર થયો હતો. લોકસભા ચૂંટણી આચારસંહિતાને કારણે સુમસામ બનેલ સોનીબજારમાં શુક્રવારે સોનાના ભાવમાં ઉછાળો હોવા છતાં લોકોએ શુકન સાચવવા માટે તેમજ શુભપ્રસંગો માટે ખરીદી કરતા એક જ દિવસમાં અંદાજે 5 કરોડના સોનાના દાગીના, લગડી અને સોનાના સિક્કાનો વ્યાપાર થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.લોકસભા ચૂંટણીની આચારસંહિતા અને સોનાના વધતા ભાવ વચ્ચે છેલ્લા દોઢથી બે મહિનાથી સોની બજારમાં સન્નાટો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે મોરબીની સોની બજારમાં શુકનવંતી ખરીદી માટે ગ્રાહકોની થોડી ભીડ જોવા મળી હતી. શુક્રવારે 24 કેરેટ સોનાના ભાવ 75,500 પ્રતિ દસ ગ્રામ રહ્યા હતા જયારે 22 કેરેટ સોનાના દાગીનાના ભાવ 67,500 રહ્યો હતો. જો કે, સોનાના ઉંચા ભાવ છતાં લોકોએ શુક્રવારે શુકન સાચવવા તેમજ આવનાર દિવસોમાં આવતા શુભપ્રસંગોને લઇ જરૂરત મુજબ ખરીદી કરતા મોરબીમાં જ અંદાજે 5 જેટલો જિલ્લામાં વ્યાપાર થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.એક અંદાજ મુજબ મોરબી શહેરમાં નામાંકિત પેઢીઓના શોરૂમની સાથે શહેરના દરેક વિસ્તારમાં નાના-મોટા શોરૂમ તેમજ સોની બજારમાં મળી કુલ 100 જેટલી નાની-મોટી દુકાનો આવેલી છે ઉપરાંત વાંકાનેર, હળવદ, માળીયા અને ટંકારા જેવા નાના શહેરમાં પણ અખાત્રીજના અવસરે ખરીદીનો માહોલ જોવા મળ્યો હોવાનું જાણવા મળે છે.ડેલિગેટ આઇટમો અને લગડીનું વેચાણ વધ્યુંસોનાના ભાવમાં ઉછાળાને પગલે લોકોમાં ખરીદી ઘટી છે પરંતુ અખાત્રીજના શુભ મુહૂર્તમાં સોનાના આભૂષણો ખરીદવાની વર્ષોની પરંપરા જોતા મોરબીમાં આ વખતે ડેલિગેટ એટલે કે, નાના આભૂષણો અને સોના-ચાંદીની લગડીની ખરી વધી હોવાનું મોરબી સોની બજારના વેપારીઓએ જણાવ્યું હતું. તા ભાવ વચ્ચે છેલ્લા દોઢથી બે મહિનાથી સોની બજારમાં સન્નાટો જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે મોરબીની સોની બજારમાં શુકનવંતી ખરીદી માટે ગ્રાહકોની થોડી ભીડ જોવા મળી હતી. શુક્રવારે 24 કેરેટ સોનાના ભાવ 75,500 પ્રતિ દસ ગ્રામ રહ્યા હતા જયારે 22 કેરેટ સોનાના દાગીનાના ભાવ 67,500 રહ્યો હતો. જો કે, સોનાના ઉંચા ભાવ છતાં લોકોએ શુક્રવારે શુકન સાચવવા તેમજ આવનાર દિવસોમાં આવતા શુભપ્રસંગોને લઇ જરૂરત મુજબ ખરીદી કરતા મોરબીમાં જ અંદાજે 5 જેટલો જિલ્લામાં વ્યાપાર થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.એક અંદાજ મુજબ મોરબી શહેરમાં નામાંકિત પેઢીઓના શોરૂમની સાથે શહેરના દરેક વિસ્તારમાં નાના-મોટા શોરૂમ તેમજ સોની બજારમાં મળી કુલ 100 જેટલી નાની-મોટી દુકાનો આવેલી છે ઉપરાંત વાંકાનેર, હળવદ, માળીયા અને ટંકારા જેવા નાના શહેરમાં પણ અખાત્રીજના અવસરે ખરીદીનો માહોલ જોવા મળ્યો હોવાનું જાણવા મળે છે.ડેલિગેટ આઇટમો અને લગડીનું વેચાણ વધ્યુંસોનાના ભાવમાં ઉછાળાને પગલે લોકોમાં ખરીદી ઘટી છે પરંતુ અખાત્રીજના શુભ મુહૂર્તમાં સોનાના આભૂષણો ખરીદવાની વર્ષોની પરંપરા જોતા મોરબીમાં આ વખતે ડેલિગેટ એટલે કે, નાના આભૂષણો અને સોના-ચાંદીની લગડીની ખરી વધી હોવાનું મોરબી સોની બજારના વેપારીઓએ જણાવ્યું હતું.