મોરબી: આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં મોરબીની દોશી એમ.એસ અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. શાળાનું 99.36 ટકા જેટલું ઉચું પરિણામ આવ્યું છે.મોરબીના પંચાસર ચોકડી પાસે મહાવીરનગરમાં આવેલી દોશી એમ.એસ અને ડાભી એન.આર. હાઈસ્કૂલના કૂલ 157 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી 156 વિદ્યાર્થીઓ પાસ થતાં 99.36 ટકા પરિણામ આવ્યું છે. પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.શાળાનો વિદ્યાર્થી હડિયલ મોહિત 98.55 PR અને 93.17 ટકા સાથે પ્રથમ નંબરે રહ્યો છે. જ્યારે પરમાર રોહિતે 96.90 PR અને 90.67 ટકા મેળવી બીજો અને ડાભી વિવેકે 96.64 PR અને 90.33 ટકા સાથે ત્રીજો નંબર મેળવ્યો છે. શાળાના બે વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. 1 વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.