મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે જુના ઝઘડાનો ખાર રાખી મહિલા ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા નજીક ફરિયાદી મુક્તાબેન હસમુખભાઈ ઉર્ફે લાલો ઉઘરેજીયા ઉ.30 રહે.તળાવીયા શનાળા નામના મહિલા સાથે થયેલ જુના ઝઘડાનો ખાર રાખી આરોપી ભરત વલ્લભભાઈ ઉઘરેજીયા રહે.ફુલઝર, જસદણ જિલ્લો રાજકોટ અને આરોપી સાગર ઉર્ફે ભુની કિશોરભાઈ ઉઘરેજીયા રહે.રૈયાધાર રાજકોટ વાળાએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.