મોરબી: મોરબીના મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલરસિદ સૈયદ બાપુના પુત્ર મહોમ્મદનુરાની સૈયદે ધોરણ 10માં 95.24 PR મેળવીને સમગ્ર મુસ્લિમ સમાજ અને મોરબીનું નામ રોશન કર્યું છે. મહોમ્મદનુરાની સૈયદે ધોરણ 10ની પરીક્ષામાં ગણિત વિષયમાં 100માંથી 98 અને વિજ્ઞાન વિષયમાં 100માંથી 93 માર્ક્સ મેળવ્યા છે. સમગ્ર મસ્લિમ સમાજ તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.