મોરબી : મોરબી તાલુકાના ઝીકીયારી ગામ પાસે આવેલા ધોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવાની જરૂરિયાત ઉભી થઈ હોવાથી ડેમ હેઠળના નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.ધોડાધ્રોઈ ડેમમાં રૂલ લેવલ મુજબ 90 ટકા પાણી ભરાઈ ગયું છે. આ ઉપરાંત નર્મદાનાં પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી આ ડેમ હેઠળ નીચાણવાળા ગામ જેવા કે મોરબી તાલુકાના ઝીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ), રાપર જ્યારે માળિયા તાલુકાના માણબા, સુલતાનપુર અને ચીખલી ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.