લાખણશીભાઈ ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહેશેમોરબી : મોરબીના વાવડી ખાતે આવેલા કર્મયોગી આશ્રમ, શ્રીગૌરક્ષનાથજીની મઢી ખાતે લોક કલ્યાણ અને વિશ્વ શાંતિ હેતુ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.21 મે ને મંગળવારે વાવડીના કર્મયોગી આશ્રમના મહંત યોગી જયરાજનાથજી બાપુના સાનિધ્યમાં ધર્મ જાગરણ, લોક કલ્યાણ અને વિશ્વ શાંતિ હેતુથી યોજાનાર ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં વિદ્વાન સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી, ભજનીક ધવલ બારોટ, પ્રકાશ ગોહેલ, રસિક મહારાજ ભજનની રમઝટ બોલાવશે. કવિ હર હર્ષદરાય કણસાગરા સંયોજન તરીકે ઉપસ્થિત રહેશે. કર્મયોગી આશ્રમ સેવકગણ સમુદાય દ્વારા કરાયેલા આ ભવ્ય સંતવાણી કાર્યક્રમનો લ્હાવો લેવા યોગી જયરાજનાથજી બાપુએ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવ્યું છે.