મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને ભાજપે પંજાબ લોકસભા ચૂંટણીમાં પ્રચારની મહત્વની જવાબદારી સોંપી છે.તેઓને પંજાબની ખડૂર સાહિબ લોકસભા બેઠકમાં આવતી તરન તારન વિધાનસભા બેઠકના પ્રચાર કાર્યની જવાબદારી આપવામાં આવી છે. મોરબી જિલ્લાની કચ્છ-મોરબી લોકસભા પૈકી મોરબી-માળીયા વિધાનસભા ઉપરાંત અન્ય ત્રણ વિધાનસભા બેઠકોમાંસુદ્રઢ વ્યૂહરચના, આયોજનબદ્ધ અને ઝંઝાવાતી પ્રચાર કાર્ય સાથે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ ગયા બાદ હવે પાર્ટી દ્વારા નવી કામગીરી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પંજાબ પ્રાંતમાં માઝા પ્રદેશ સ્થિત, પાંચમા શીખ ગુરુ ગુરુ અર્જુનદેવજી દ્વારા સ્થાપિત તરન તારન વિધાનસભા વિસ્તાર જ્યાં શહેર મધ્યે વિશાળ સરોવર પવિત્ર કુંડ સાથે સુવિખ્યાત ગુરુદ્વારા પણ આવેલ છે.