હળવદ : હળવદ શહેરમાં આનંદ બંગ્લોઝમા રહેતા વેપારી યુવાન ભૌમિક અલ્પેશભાઈ પટેલ ઉ.23 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર હળવદ માર્કેટિંગ યાર્ડ સામેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.