ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલમોરબી : મોરબીના રફાળેશ્વર વિસ્તારમાંથી ભૂંડ પકડવા મામલે ચાર. શખ્સોએ મકનસર વાદીપરા વિસ્તારમાં રહેતા ત્રણ વ્યક્તિ સાથે ઝઘડો કરી માર મારતા ચાર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર વિસ્તારમાં ભૂંડ પકડવા ગયેલા ફરિયાદી દેવાસિંગ ઉર્ફે કલ્લુસિંગ પ્રતાપસિંગ ડાંગી ઉ.28 તેમજ સાહેદ સતપાલસિંગ અને બલરામસિંગ રહે. મકનસર વાદીપરા વાળાઓને આરોપી જગદીશસિંગ જગ્ગુસિંગ ડાંગી, સન્નીસિંગ મોહનસિંગ બાવરી, પ્રીતમસિંગ ગુરુમુખસિંગ બાવરી અને તિલક્સીંગ ચંદાસિંગ ટાકે અમારા વિસ્તારમાંથી ભૂંડ કેમ પકડયા તેમ કહી લાકડાના ધોકા વડે માર મારી ફરી વાર ભૂંડ પકડવા આવશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.