તમારા જ ગઢમાં આવીને કહું છું, આવનારા સમય માટે તૈયાર રહેજો : જયદેવસિંહ જાડેજા મોરબી : મોરબીમાં આજે ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ સાથે રાજપૂત સમાજની વિશાળ રેલી યોજાઈ હતી. જે દરમિયાન કરણી સેનાના મોરબી જિલ્લા અધ્યક્ષે ધારાસભ્ય કાંતિલાલને ખુલ્લો લલકાર કર્યો હતો કે આવનારા સમય માટે તૈયાર રહેજો.ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિપ્પણી મુદ્દે ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આજે મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલી દરમિયાન મોરબી જિલ્લા કરણી સેનાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ એક સ્કૂટર ઉપર ચડી માઈકમાં કહ્યું કે આ જ જગ્યા ઉપર આપણા ધારાસભ્ય કાનભાઈએ કહ્યું કે બે ત્રણ રતન દુખિયા જ વિરોધ કરી રહ્યા છે. તો જોઈ લ્યો આ આખી ફોજ છે.વધુમાં તેઓએ કહ્યું કે રૂપાલાને રાઢવા લેવડાવ્યા હતા તો તમારે મોરબીમાં જ રહેવાનું છે એ યાદ રાખજો. અને કાનાભાઈ ડરાવવાની કે ધમકાવવાની વાતો રહેવા દેજો. તમારા જ ગઢમાં આવીને તમને લલકારું છું કે આવનારા સમયમાં તૈયાર રહેજો.