રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_મોરબી : મોરબીના સામાકાંઠે કુતરાએ આજે રીતસરનો આતંક મચાવ્યો છે. અંદાજે 15થી વધુ લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી દેતા આ વિસ્તારમાં સોપો પડી ગયો છે. હાલ ત્રણ લોકો સારવાર હેઠળ છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠાના વિસ્તારમાં આજના દિવસમાં એક હડકાયા કૂતરાએ રોડ - રસ્તા ઉપર ઉભા અને ચાલતા જતા લોકોને બચકા ભરી લીધા હતા. લાલપર પાછળના વિસ્તારમાં આ કૂતરાએ દિવસભર લોકોને બચકા ભર્યાનું જાણવા મળી રહ્યું છે. તેમજ લોકોના જણાવ્યા મુજબ આ કૂતરું હડકાયું હોવાની ચર્ચા છે. આ કૂતરાનો બપોરે શિકાર બનેલા લાલપરના વૃદ્ધ મોહનભાઇને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓ હાલમાં સિવિલમાં સારવારમાં છે. તેઓના જણાવ્યા મુજબ આ કૂતરાએ તેમના વિસ્તારમાં 10થી વધુ લોકોને બચકા ભરી લીધા હતા.વધુમાં રાત્રીના સમયે નઝરબાગ રેલવે સ્ટેશન પાસે ગાંધી સોસાયટીમાં ખ્યાતિબેન જગદીશભાઈ (ઉ.વ.2), હંસાબેન મહેશભાઈ (ઉ.વ.46), હિતેષભાઇ સોલંકી (ઉ.વ.26) અને ઇબ્રાહિમ હુસેન (ઉ.વ.12)ને બચકા ભરતા ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં ઇબ્રાહિમ હુસેન (ઉ.વ.12)ને નજીવી ઇજા હોય ઇન્જેક્શન લઈને ડિસ્ચાર્જ થઈ ગયા હતા. બાકીના ત્રણ દર્દીઓને વધુ ઇજા હોવાથી તેઓની સારવાર ચલાવવામાં આવી રહી છે. આ મામલે સિવિલના સ્ટાફે કહ્યું કે રાતના 4 કેસ આવ્યા છે. જ્યારે દિવસ દરમિયાન આ વિસ્તાર આસપાસમાંથી શ્વાને બચકા ભર્યા હોવાના 20 જેટલા કેસ આવ્યા હતા.