મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વાહનચોરો તરખાટ મચાવી રહ્યા છે ત્યારે મોરબી શહેરના સાવસર પ્લોટ અને મોરબી તાલુકાના ફડસર અને ઝીંઝુડા ગામની સીમમાંથી બે બાઈકની ચોરી થવા અને એ ડિવિઝન પોલીસ મથક અને મોરબી તાલુકા પોલીસ મથકમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે.વાહન ચોરીના પ્રથમ કિસ્સામાં સાવસર પ્લોટ શેરી નંબર 3માં રહેતા જીલભાઇ પંકજભાઇ ચંડીભમ્મર નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.19 એપ્રિલના રોજ તેમના ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા 50હજારની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે.જયારે બીજા કિસ્સામાં મોરબી તાલુકાના ફડસર અને જીજુંડા વચ્ચે પસાર થતા રોડ ઉપર ખેતરના અંદર જવાના માર્ગ ઉપરથી અજાણ્યો તસ્કર નીક્સનભાઇ લક્ષ્મણભાઇ માખેલા, રહે- જામ દુધઇ ગામ તાલુકો જોડીયા જીલ્લો જામનગર વાળાનું 18 હજારની કિંમતનુ બાઇક ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી.