વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્ટાઇલીન સીરામીક કારખાનામાં કામ કરતા મૂળ બિહારના વતની સોનુકુમારસિંહ બ્રજમોહનસિંહ ઉ.34નો ગત તા.1ના રોજ માટેલ રોડ ઉપર આવેલ બ્રાવેટ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાથી મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.