લાયન્સનગરના રહેવાસીઓ કાળઝાળhttps://youtu.be/9a4gxSB00zoમોરબી : મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારમાં વારંવાર રજુઆત છતાં એક મહિનાથી પાણી ન આવતા આજે ધીરજ ગુમાવી બેઠેલા લોકોએ ઢોલ સાથે નગરપાલિકાએ દોડી આવી પાલિકા હાય હાયના નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.કાળઝાળ ગરમીમાં મોરબીના લાયન્સનગરમા છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા પાણી વિતરણ ન કરવામા આવતા સ્થાનિક લોકોની ધીરજ ખૂટી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આટલી ગરમીમાં પાણી ન આવતા અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. પાણી ન મળતા ઘરકામમાં ખૂબ મુશ્કેલી સર્જાય છે. છતાં નગરપાલિકા તંત્ર પાણી પ્રશ્નનુ નિરાકરણ કરતું નથી.પાણી પ્રશ્ને આકરા તાપમાં રજુઆત માટે આવેલા લાયન્સનગરના રહેવાસી મહિલા અને પુરૂષોએ નગરપાલિકા સામે તીવ્ર રોષ વ્યકત કરી તાકીદે પાણી આપવા માંગ કરી તંત્ર હાય હાયના સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો.