શહેરનાં સરા નાકે દાતાઓના સહયોગથી સેવાભાવી સંસ્થાઓનું સરાહનીય કાર્યHalvad: હળવદના સેવાભાવી ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી શહેરના સરા નાકે એક હજારથી વધુ લોકોને બપોરના કાળઝાળ તાપમાં ઠંડી મસાલા વાળી છાસ પીવડાવે છે. આ સાથે જ લોકો પણ હોંશે હોંશે છાશ પીને રાહત અનુભવે છે.સમગ્ર રાજ્યમાં ઉનાળાની ગરમી એ લોકોને અકળાવ્યા છે. આવા સમયે તાપ અને ગરમીથી રાહત મેળવવા જો એક ગ્લાસ છાસ મળી જાય તો સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે ત્યારે હળવદ શહેરના સરા નાકા ખાતે છેલ્લા કેટલાક દિવસોથી દાતાઓના સહયોગથી પાટીયા ગ્રુપ, છોટા કાશી હળવદ સેવા ગ્રુપ અને અન્ય સેવાભાવી ગ્રુપ દ્વારા દરરોજ બપોરના સમયે ઠંડી મસાલાવાળી છાસનું નિશુલ્ક વિતરણ કરાય છે. જેમાં એક હજાર જેટલા લોકો તેનો લાભ લે છે.