હળવદ શહેરમાં મોરબી દરવાજા પાસે આવેલા 200 વર્ષ જૂનો અને જાણીતો ઐતિહાસિક કેવડીયા કુવાએ અસંખ્ય લોકો પાણી ભરવા આવે છે. જોકે, આ કૂવામાં તકલીફ એ હતી કે કુવાની ફરતે પાણી બહાર કાઢવા માટેની ગરેડી ખરાબ થઇ ગઇ હતી આથી, આ ગરેડોને છોટાકાશી હળવદ સેવા ગ્રૂપે રિપેર કરાવી હતી અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.