મોરબી : લોકસભા ચૂંટણીના મતદાનના કાઉન્ટ ડાઉન સમયે જ મોરબી કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર અને લાલપર ગામના 200 કોગ્રેસી હોદેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમા જોડાયા ગયા હોવાનું ભાજપ દ્વારા જાહેર કરાયું છે.લોકસભા ચૂંટણી સમયે જ મોરબી કોંગ્રેસમાં ગાબડુ પડ્યું હોવાનું તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદળિયાએ જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રુપાલાના સમર્થનમા અને ગરીબ, મહિલા, ખેડુત, યુવાઓના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 10 વર્ષમાં કરેલ કાર્યોથી પ્રેરાઇ મોરબી તાલુકાના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર અને લાલપર ગામના 200 કોગ્રેસી હોદેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમા જોડાયા હતા.વધુમાં કોંગ્રેસના તમામ આગેવાનોને 66- ટંકારા પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા,જયતિંભાઇ જે પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા,વિનુભાઇ ડાભી,ચુનીભાઇ કુંડારીયા,શામજીભાઇ મેથાણીયા,જીગાભાઇ,ગોરધનભાઇ સોલંકી,રમેશભાઇ કણસાગરા,અવચરભાઇ દેગામા, શૈલેશ દલસાણીયા,વિનુભાઇ અજાણા, ગૌતમભાઇ હડીયલ,સહિતના આગેવાનોએ ખેસ પહેરાવી આવકાર્યા હતા.