મોરબી : મોરબી તાલુકાના બેલા (રં.) ગામે આગામી તારીખ 26 મેના દિવસે ચારોલા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તથા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. 26 મેના રોજ બેલા (રં.) ગામે ચારોલા પરિવાર દ્વારા સાંજે 4 કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 6-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 8-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે.