ગમે ત્યારે અકસ્માત સર્જાય તેમ હોય જુનો વીજપોલ બદલવા લોકોની માંગહળવદ : હળવદ શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ નવનિર્માણ વિદ્યાલય પાસે લાંબા સમયથી વીજપોલ અત્યંત જર્જરિત બની ગયો હોય રાહદારીઓ તેમજ શાળામાં અભ્યાસ માટે આવતા બાળકો માટે આ વીજપોલ જોખમી બનતા લોકોએ તાકીદે આ જર્જરિત વીજપોલ બદલવા માંગ કરી છે.હળવદના પોસ્ટ ઓફિસ જવાના રોડ પર આવેલ નવનિર્માણ વિદ્યાલય પાસે છેલ્લા ઘણા સમયથી વીજપોલ જર્જરિત હાલતમાં હોવાથી આ વીજપોલ ગમે ત્યારે પડી શકે તેમ છે. આ રોડ પરથી દરરોજના અનેક લોકો પસાર થતા હોય સાથે જ બાજુમાં બે શાળાઓ પણ આવેલી હોય જેથી વિદ્યાર્થીઓને જવાનો પણ આજ રસ્તો હોય જેથી આ વીજ પોલ કોઈ અકસ્માત સર્જે તે પહેલા પીજીવીસીએલ તંત્ર બદલી નાખે તે જરૂરી બન્યું છે.જ્યારે આ અંગે હળવદ પીજીવીસીએલના નાયબ ઇજનેર જે.એલ બરંડાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ખાનગી શાળા પાસે જર્જરી વીજપોલની ફરિયાદ અમારી પાસે આવી છે.ટીમને સર્વે માટે મોકલી આપી વહેલી તકે જર્જરીત વીજપોલને દૂર કરી નવો વીજપોલ ઉભો કરવામાં આવશે.