વાંકાનેર : હાલ મતદાન જાગૃતિ અંગે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુ ને વધુ મતદાન થાય અને લોકશાહી મજબૂત બને તે હેતુ સાથે સરકારી પ્રશાસનને લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે. ત્યારે ICDS વિભાગ વાંકાનેર દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રમાં મતદાન જાગૃતિ માટે મહેંદી ઈવેન્ટનું આયોજન કરાયું હતું.વાંકાનેર ICDS વિભાગના 231 આંગણવાડી કેન્દ્રમાં મતદાન જાગૃતિ અંગે આજે 1 મેના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બેનર અને શપથ તેમજ કિશોરી દ્વારા હાથમાં મહેંદી લગાવીને મતદાન જાગૃતિ અંગેના સૂત્રો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં ઉનાળાના લીધે હીટ વેવની અસર હોય તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, તેમજ આંગણવાડી વર્કર- હેલ્પર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.ICDS વિભાગ વાંકાનેર ઘટક-1ના 111 આંગણવાડી કેન્દ્રમાં લોકસભા સામન્ય ચૂટંણી-2024 અનવ્યે મતદાન જાગૃતિ અંગે આજે 1લી મેના રોજ વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ આંગાણવાડીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બેનર, શપથ તેમજ કિશોરી દ્વારા હાથમાં મહેંદી લગાવીને મતદાન જાગૃતિ અંગેના સૂત્રો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. હાલમાં ઉનાળાના લીધે હીટ વેવની અસર હોય તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ વિકાસ યોજના અધિકારી વાંકાનેર ડો.વૈશાલીબેન પટગીર, અને મુખ્યસેવિકા ચાંદનીબેન, મંજુબેન, ઉષાબેન, શોભનાબેન તેમજ આંગણવાડી વર્કર- હેલ્પર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.