Halvad: ભારત દેશ વિકસીત ભારત બનવા જઇ રહ્યો છે તેવી વાતો કરનારાએ હળવદની સરકારી હોસ્પિટલની મુલાકાત લેવી જોઇએ. આ હોસ્પિટલમાં મહિલાઓ માટે સામાન્ય એવી વિશેષ રૂમ નથી કે જ્યાં તેમને પ્રાઇવસીમાં ડોક્ટરો ઇન્જેક્શન આપી શકે.આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, મહિલાઓને ઇન્જેક્શન આપવા માટે અલગથી કોઇ રૂમ ન હોવાથી તેમને જાહેરમાં ઇન્જેક્શન આપવાની ફરજ પડતી હતી. આ એક શરમજનક બાબત હતી પણ હળવદનાં છોટાકાશી હળવદ સેવા ગ્રૂપના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક આ સમસ્યા દૂર કરી. આ ગ્રૂપનાં સભ્યોએ ત્યાં પડદા અને સ્ટેન્ડ ફીટ કરાવી આપ્યા અને મહિલાઓને શરમથી મુક્ત કરાવ્યા.આ ઉપરાંત, બીજી તકલીફ એ હતી કે સ્ત્રીઓ માટે પ્રસૂતિ રૂમ હતો ત્યા ખુલ્લા બ્લેક કાચ હતા. ત્યાંથી બપોરના સમયે તડકો વધુ આવતો હોવાથી ગરમી વધુ લાગતી હતી. આથી, આ ગ્રૂપે તે જગ્યાએ પડદાની વ્યવસ્થા કરી આપી. છોટાકાશી હળવદ સેવા ગ્રુપ હળવદમાં કાયમી ધોરણે સેવાકીય પ્રવૃતિઓ કરીને લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવાનો પ્રયાસ કરે છે.