ટંકારા : કોરોના રસી લીધા બાદ યુવાનોના હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોવાના સમાચાર વચ્ચે ટંકારા તાલુકાના રાજાવડ ગામના યુવાનનું ક્રિકેટ મેચ રમીને પરત આવતી વેળાએ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા ચકચાર જાગી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાગડાવાસ ગામે ચાલી રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ રમી પરત ફરી રહેલ ટંકારા તાલુકાના રાજાવડ ગામના રમેશભાઈ જેસંગભાઈ બાલાસરા ઉ.વ 38ને વિરપર નજીક ચાલુ ગાડીમાં છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને હ્રદય બેસી જતા મૃત્યુ નીપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે, નાગડાવાસથી ક્રિકેટ રમીને રાત્રે પરત ફરતા હતા ત્યારે બન્યો બનાવ બનતા નાના એવા ગામમાં શોક છવાયો છે, ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ દરમિયાન ટિમ સાથે બનાવાયેલ વિડીયો તેમની છેલ્લી યાદગીરી બની ગયો છે. રમેશભાઈની અણધારી વિદાયથી બાલાસરા પરીવારમા ગમગીની છવાઈ છે.