હળવદ તાલુકાના રાયસંગપર ગામે બનેલ બનાવહળવદ : ક્યારેક ક્ષણિક આવેગમાં આવી જઈ માણસ આત્મઘાતી પગલું ભરી લેતો હોય છે, આવા જ એક કિસ્સામાં બહાર ગામ ગયેલ પતિ ઘેર આવતા પત્નીએ તમે ક્યાં ગામ ગયા હતા ? તેવું પૂછતાં પતિએ જવાબ ન આપતા આ બાબતે લાગી આવતા હળવદના રાયસંગપર ગામની પરિણીતાએ ફીનાઇલ પી લેતા સારવાર માટે ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઈ પરમાર ઉ.21ના પતિ કમલેશભાઈ બહારગામથી પરત આવતા જ્યોતિબેને તેમના પતિને કયા ગયા હતા તેવું પૂછતાં કમલેશભાઈએ સરખો જવાબ ન આપતા જ્યોતિબેનને લાગી આવતા જ્યોતિબેને પોતાની જાતે ઘરની બહાર નીકળી નદીકાંઠે જઈ ફીનાઇલ પી લેતા સારવાર માટે ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, વધુમાં જ્યોતિબેનના લગ્ન નવ વર્ષ પૂર્વે થયાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.