Morbi: રાજ્ય સરકારનાં IRLA Systemથી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે-જૂન-જુલાઇ, 2024 માસમાં કરાવવાની રહે છે. જે મુજબ જિલ્લા તિજોરી કચેરીથી તમામ પેન્શનરોનાં હયાતિનાં ફોર્મ જરૂરી વિગતો ભરી બેન્કને મોકલી આપવામાં આવેલા છે. પેન્શનરો જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોય તે બેન્કમાં જઇ તા. 31 જુલાઈ, 2024 સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરાવી લેવા મોરબી જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.