મોરબી : મોરબીના વોર્ડ નં.7ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું સિટી સેન્ટર, એસબીઆઈ બેંકની બાજુમાં, સ્વામી વિવેકાનંદ રોડ ખાતે આવતીકાલે તા.7ને બુધવારના રોજ ઉદઘાટન કરવામાં આવનાર છે. આ કાર્યાલયને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખુલ્લું મુકાશે. આ વેળાએ જાહેર સભા પણ યોજાશે. કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા પણ ઉપસ્થિત રહેશે.