ડેમમાં રીપેરીંગ કામ કરવાનું હોવાથી પાણી છોડવાનો નિર્ણય લેવાયોમોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ-3 સિંચાઈ યોજનાન ડેમમાં સમારકામની કામગીરી કરવાની હોય ડેમનું પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી નીચાણવાળા ગામોને તકેદારીના ભાગરૂપે નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.આવતીકાલે શુક્રવારે સવારે 8 વાગ્યે ડેમમાંથી પાણી નદીમાં છોડવાનું હોય નીચાણવાળા વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા અને માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મિ.), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.