Morbi: શહેરની નવયુગ કૅરિયર ઍકેડેમી દ્વારા તારીખ 28 એપ્રિલના રોજ સવારે 9 થી 11 કલાકે શનાળા રોડ પર આવેલા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ ખાતે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તા પ્રતિક કાછડિયા તેમજ જગતદાન ગઢવી દ્રારા માર્ગદર્શન આપવામાં આવશે.આ સેમિનારમાં ભાગ લેવા માટે 97272 47472 પર whatsup કરી પોતાનું નામ નોંધાવી શકો છો. મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે. વિશેષ ઉપસ્થિતિમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) સમીર સારડાસર પણ માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા અનુરોધ કરાયો છે.