એક કાર ચાલકે બાઈકને હડફેટે લીધું બીજાએ કાર હેઠળ વૃદ્ધને કચડી નાખ્યા, બન્ને ફરારહળવદ : હળવદ હાઇ-વે પર આજે ગઈકાલે મોડી સાંજે બાઈક અને બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જ્યારે અન્ય કાર ચાલકે બાઈક ચાલક પર કાર ચડાવી દેતા વૃધ્ધનુ ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વઢવાણ તાલુકાના વેળાવદર ગામે રહેતા ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 61 બે દિવસ પહેલા પોતાના હળવદ ખાતે રહેતા દિકરાના ઘરે આવ્યા હતા.જે બાદ હળવદ હાઇવે પર આવેલ તેમના દીકરાની દુકાનેથી સરા ચોકડી તરફ આવી રહ્યા હતા ત્યારે રાતકડી જવાના રોડ પાસે એક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા ગણેશભાઈ રોડ પર પટકાયા હતા અને ત્યાર બાદ પાછળ આવી રહેલા કારચાલકે ગણેશભાઈ પર કાર ચડાવી દેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ ગંભીર અકસ્માત બાદ બન્ને કારચાલક ફરાર થઈ ગયા હતા વૃધ્ધની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ શરૂ કરી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.