મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 24 એપ્રિલ બુધવારના રોજ આંદરણા ગામ તથા આસપાસના વિસ્તારમાં જેટકો મેઇન્ટનન્સ તથા નવા કનેક્શનના કામ માટે વિજપુરવઠો બંધ રહેશે. તેમજ નીચે મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.66 કેવી આંદરણા સબ સ્ટેશનમાંથી નીકળતા ગુરુકૃપા JGY, સીનોક્સ Ind લેવીન્ઝા IND, આંદરણા AG, આશ્રમ AG માં સવારે 7 થી 12, ઉપરાંત 66 કેવી ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા લેન્ઝ માં સવારે 8:30 થી 1, મહેન્દ્રનગર સબ સ્ટેશનમાંથી નીકળતા રિયલમાં બપોરે 3 થી 5 વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.