મોરબી : મોરબીના શક્તિ ચોકમાં એચડીએફસી બેન્ક પાસે ગટરનું ઢાંકણું જોખમી સ્થિતિમાં છે. લોખંડના ઢાંકણાનો એક પાઇપ ઉપરની તરફ આવી ગયો હોય કોઈ ટુ વ્હીલર ચાલકનો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. પરિણામે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર તુરંત કામગીરી કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.