જીઆઇડીસી પાસે મધ્યસ્થ કાર્યાલયને વિનોદભાઈ ચાવડા મુકશે ખુલ્લુંમોરબી : કચ્છ લોકસભા બેઠકના ભાજપના મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયનું આવતીકાલે મંગળવારે વિનોદભાઈ ચાવડા ઉદઘાટન કરવાના છે.આ કાર્યાલય શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે આવેલ છે. જેને સાંજે 7 કલાકે ખુલ્લું મુકવામાં આવશે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ઉપરાંત મોરબી શહેર ભાજપ, મોરબી તાલુકા ભાજપ, માળિયા શહેર ભાજપ અને માળિયા તાલુકા ભાજપના આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.