સાંસ્કૃતિક કાર્યક્રમ અને એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજનમોરબી : મોરબીના નવયુગ સંકુલ પરિવાર દ્વારા આગામી તારીખ 24 એપ્રિલ ને બુધવારના રોજ વાર્ષિકોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાશે.24 એપ્રિલના રોજ સાંજે 6-30 કલાકે મોરબીના લીલાપર રોડ પર આવેલા રાધે પાર્ટી પ્લોટ ખાતે નવયુગ સંકુલના વાર્ષિકોત્સવ કાર્યક્રમ ‘ધ સાઈનિંગ સ્ટાર સિતારે નવયુગ’ યોજાશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે તેમજ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિઓને એવોર્ડ આપીને બિરદાવવામાં આવશે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે તેમ પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયા અને નવયુગ સંકુલ પરિવાર દ્વારા જણાવાયું છે.