મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડામાં બે યુવાનને વિદેશી શરાબની બે બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.દારૂના દરોડા અંગેની પ્રથમ કાર્યવાહીમાં પોલીસે મહેન્દ્રનગર ચોકડી નજીક સ્વસ્તિક બિઝનેશ હબ નજીકથી આરોપી હરદેવસિંહ રસિકભાઈ પઢીયાર રહે.નીલકંઠ રેસિડેન્સી, નવલખી રોડ વાળાને વેટ69 બ્રાન્ડ દારૂની બોટલ કિંમત રૂપિયા 1175 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે કરણ મનસુખભાઇ ડાભી નામના પ્લમ્બિગ કામ કરતા આરોપીને મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ જિયાન પ્લાઝા નજીકથી વેટ 69 બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1175 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.